National Level Winners

English
News Type: 

 

રાષ્ટ્રીય શાસ્ત્રીય સ્પર્ધામાં વિજેતા સંતો-ઋષિકુમારોઃ

તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ થી ૧ જાન્યુઆરી, ૨૦૧૭ અગરતલા (ત્રિપુરા) ખાતે અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન દ્વારા થયું હતું. રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા વિજેતાઓ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. આ વર્ષે ગુજરાત રાજ્યના ૨૭ સ્પર્ધકોને રાષ્ટ્રિય  કક્ષાએ ભાગ લેવાની તક મળી હતી, જેમાંથી ૦૮ વિદ્યાર્થીઓ દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના હતા. ૦૮ વિદ્યાર્થીઓમાંથી ૦૪ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રસ્તરે સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં, સાધુ ધર્મપ્રકાશદાસજી સ્વામીએ મીમાંસા ભાષણ સ્પર્ધામાં સિલ્વર મેડલ, દવે વિવેકે ધાતુરુપ કંઠપાઠ સ્પર્ધામાં  બ્રોન્ઝ મેડલ, જોષી તારકે વેદભાષ્ય ભાષણ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તથા રાવલ પ્રણવે જૈનબૌદ્ધદર્શન ભાષણ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તમામ વિજેતા સંતો-ઋષિકુમારોને આશીર્વાદ પાઠવ્યા હતા.

Add new comment