Nutan Satrarambh

English
News Type: 

દિવાળી વેકેશન બાદ તા. 14 નવેમ્બર, 2016ના રોજ વિદ્યાર્થીઅો, અધ્યાપકશ્રીઅો અને સંતોની ઉપસ્થિતિમાં દ્વિતીય સત્રનો પ્રારંભ થયો હતો. અા પ્રસંગે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, પૂજ્ય શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં અા કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઅોને પ્રોત્સાહન અને પ્રેરણા મળે તે હેતુથી પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામીઅે પ્રાસંગિક પ્રવચન અાપ્યું હતું. મર્મવાક્યો દ્વારા હાસ્યશૈલીમાં પૂજ્ય સ્વામીજીઅે વિદ્યાર્થીઅોના શિક્ષણ સંબંધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પૂજ્ય સંતો દ્વારા પ્રથમ સેમેસ્ટર પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઅોને ઇનામ વિતરણ કરવામાં અાવ્યું હતું. પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામી અને શ્રી અર્જુનજીઅે પુષ્પવર્ષા દ્વારા વિદ્યાર્થીઅોનું અભિવાદન કર્યું હતું.

Add new comment