Student of the Year 2016-17

English
News Type: 

બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, ૨૦૧૬-૧૭

દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં જે વિદ્યાર્થી સદ્‌વિદ્યા, સત્સંગ અને સંસ્કાર તેમજ સેવામાં અગ્રેસર હોય તેને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર નો ખિતાબ આપવામાં આવે છે. તા.  ૧૩ માર્ચ, ૨૦૧૬ના રોજ ઋષિકુમારોના સમાવર્તન સંસ્કાર સમારોહ પ્રસંગે દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના શાસ્ત્રી કક્ષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી શ્રી જૈમિન જયેશભાઈ દવેને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, ૨૦૧૬-૧૭ નો ખિતાબ પ. પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીના હસ્તે અર્પણ થયો હતો. પૂ. સ્વામીજીએ જૈમિનને સન્માનપત્ર અને મેડલથી નવાજ્યો હતો. પૂ. સ્વામીજીએ કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ સર્વાંગિ વિકાસ કરે છે તે દરેક ક્ષેત્રમાં અગ્રતાક્રમ પ્રાપ્ત કરે છે. શ્રી યુનુશભાઈ શેખ પરિવાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ વિદ્યાર્થી માટે ઇનામ તેમજ રોકડ પુરસ્કારની સેવા પ્રાપ્ત  થાય છે.

 

Add new comment